અંબાજી ખાતે બાબા શ્રીખાટુ શ્યામજીનો ત્રીજો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. 23 એપ્રિલના રોજ સવારે 8:30 કલાકે શક્તિદ્વારથી નિશાન યાત્રાનો પ્રારંભ થશે.

મૈત્રી અંબે ગાર્ડનમાં સાંજે 7:30 કલાકે ભવ્ય શ્યામ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાબા શ્રી ખાટુ શ્યામજીનો અલૌકિક દરબાર સજાવવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ખાસ હાજરી આપશે.
કાર્યક્રમમાં કોલકતાના પૂજા નથાની, સુરતના મુકેશ દાઘીચ અને મધ્યપ્રદેશના દિપાલી યાદવ સહિત જાણીતા ભજન કલાકારો ભાગ લેશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં ઇત્ર વર્ષા, ભવ્ય દરબાર, છપ્પન ભોગ, પુષ્પ વર્ષા અને અલૌકિક શૃંગાર સામેલ છે.

તમામ શ્યામ ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કીર્તન બાદ બાબાનો ભોગ પ્રસાદ વહેંચવામાં આવશે. શ્યામ મિત્ર મંડળ તરફથી તમામ ભક્તોને પરિવાર સાથે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમના આયોજક કરનેવાલા શ્યામ અને કરાનેવાલા શ્યામ છે.

