જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિત્તે શાંતિ સમીક્ષા ની એક બેઠક મળી હતી જામકંડોરણા પોલીસ સ્ટેશન ના પીઆઈ નકુમ દ્વારા જામકંડોરણા સહિત સમગ્ર વિસ્તાર ના લોકો ને મકરસંક્રાંતિ ની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, જામકંડોરણા સહિત સમગ્ર દેશમાં ઉત્તરાયણ નો તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું આપણી સૌની નૈતિક ફરજ છે.
ચાઈનીઝ દોરી અને પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી તુક્કલ વેચતું જણાય તો તાત્કાલિક નજીકના જામકંડોરણા પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અંતે અનુરોધ પણ તેમણે કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે ભયજનક ધાબા પર ચડી પતંગ ચગાવવા, આમ જનતા ને ત્રાસ થાય તે રીતે ખુબજ મોટાં અવાજથી લાઉડસ્પીકર વગાડવા, લોકો ની લાગણી દુભાઈ તેવી રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાડવા , જાહેરમાર્ગો પર પશુઓને ઘાસચારો નાખવો સહિત સમગ્ર માહિતી સભર વિગતો આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

