Gujarat

વિરમગામની સરકારી હોસ્પિટલને ખાનગી કંપનીએ 12 લાખના મશીન ભેટ આપ્યા

વિરમગામ તાલુકાના જૂનાપાધર સ્થિત રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગાંધી હોસ્પિટલ, વિરમગામને લગભગ રૂ.12 લાખ જેટલી માતબર રકમના અત્યાધુનિક સ્વસંચાલિત ઉપકરણો આપવામાં આવ્યા.

રોકેટ કંપની દ્વારા 5 વિવિધ રિપોર્ટ માટે અત્યંત આધુનિક મશીન આપવામાં આવ્યા છે જેમાં એલઇડી માઈક્રોસ્કોપ છે, ટીબી અને મેલેરિયાના રિપોર્ટ માઈક્રોસ્કોપમાં કરી શકાશે. યુરોમીટર જેમાં યુરિનના તમામ રિપોર્ટ યુરિન એનેલાઇઝરમાં કરી શકાશે.

ડાયાબિટીસના ત્રણ માસના થતાં એચબીઓવનસી રિપોર્ટ સરકારી હોસ્પિટલ ખાતે થશે. ટૂંકમાં ગરીબ અને મધ્યમ વર્ગને બહાર કરાવવા પડતા રિપોર્ટ સરકારી હોસ્પિટલ ખાતે જ થશે.

રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિરમગામની સબ ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલને વિવિધ લેબોરેટરી રિપોર્ટ માટેના સાધનો લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે વિરમગામ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ, મામલતદાર મયુરધ્વજ સિંહ રાઠોડ, રૂરલ પીઆઇ એ.જે.ચૌધરી, ટાઉન પ્રો.પીએસઆઇ કે.એસ.સોલંકી, તાલુકા સદસ્ય રમેશજી ઠાકોર, ધારાસભ્યના PA યશ પટેલ તથા રોકેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પ્લાન્ટ હેડ રવિંદર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.