શ્રેષ્ઠ કર્મ યોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ ના સહયોગથી બાળકો ને સ્કૂલ બેગ વિતરણ નો કાર્યક્રમ યોજાયો
સુરત દિવ્યાંગ અને ગંગાસ્વરૂપ બહેનો ના ઉત્થાન ક્ષેત્ર અને દિવ્યાંગો માટે સતત કામ કરતી સંસ્થા,શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ ના માધ્યમ થી લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ પ્રેસિડેન્ટ નિશાબેન તાતેર અને લાયન્સ કલબ ના સભ્યો ના સહયોગ થી દ્દિવ્યાંગ અને દિવ્યાંગો ના બાળકો માટે સ્કુલ બેગ વિતરણ નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જે કાર્યક્રમ પરમસુખ ગુરુકુલ સરથાણા સીમાડા માં યોજાયો હતો.આ કાર્યક્રમ મા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ ના સ્વામી શ્રી જગત સ્વરૂપ સ્વામી તથા શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ ની સમગ્ર ટીમ તેમજ અમારી સાથે સતત પડછાયા ની જેમ રહેતા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ઉપાધક્ષ સક્ષમ ગુજરાત પ્રદેશ દિનેશભાઈ જોગાણી સક્ષમ ની ઉપસ્થિતિ માં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને સ્કૂલબેગ નું વિતરણ કર્યું હતુ બાળકો ના અભ્યાસ માટે નોટબુક વિતરણ સ્કૂલબેગ વિતરણ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ માટે હોસ્પિટલ બેડ ટોયલેટ ચેર વોકર વગેરે વસ્તુઓ સેવામાં સંસ્થા અગ્રેસર રહી છે દિવ્યાંગો ને પડતી અન્ય કોઈ મુશ્કેલીઓમાં પણ સંસ્થા સતત તેમની સાથે રહી તેમના કામનો ઉકેલ લાવવામાં પ્રયત્ન શીલ છે તેમ દિનેશભાઇ જોગણી ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




