છોટાઉદેપુર જિલ્લા સેવા સંદનના વીસી હોલ ખાતે તકેદારી આયુકત સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી હતી.
તકેદારી આયુક્ત સંગીતાસિહંને તકેદારી આયોગ વિશે પ્રાથમિક સંબોધન કરી બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠકમાં લોકફરીયાદ અને અરજીઓ સંબંધમાં સમીક્ષા કરી હતી.આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યઓની તકેદારી દ્રષ્ટ્રિકોણ વાળી રજૂઆતો અંગે થયેલ કાર્યવાહી સમીક્ષા કરી હતી. તકેદારી આયુકત સંગીતાસિંહ દ્વારા બેઠકના એજન્ડા પર સમીક્ષા કરવામાં આવી હતી.
તકેદારી આયુકત સંગીતાસિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં એસીબીની કામગીરીને બિરદાવી સાથે વારસાઈ અંગેની ઝુંબેશની કામગીરીને પણ બિરદાવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી સહીતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

