Gujarat

છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમીનાર યોજાયો

મદદનીશ નિયામક (રોજગાર )કચેરી ,વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે  નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ એસ. જી. પટેલ કોમર્સ કોલેજ, છોટાઉદેપુર,જી. છોટાઉદેપુર ખાતે ઓવર્સિસ એમપ્લોયમેન્ટ તથા કારકિર્દી માગૅદશૅન સેમીનાર યોજાયો હતો.
 
જેમાં છોટાઉદેપુર જીલ્લા રોજગાર કચેરીના  ઈ.ચા. રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ  દ્વારા વિવિધ રોજગાર લક્ષી ઓનલાઈન ઓર્ટલ અનુબંધમ તેમજ એનસીએસ પોર્ટલ તેમજ અગ્નીવીર  સંરક્ષણ ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ  ટુરીસ્ટ ગાઈડ તરીકેની કારકિર્દી અંગે  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ  ઓવરસિસ કાઉન્સિલર નિશાંત આર જોષી દ્વારા વિદેશ રોજગાર તથા અભ્યાસને લગતા વિષય ઉપર માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. જેમા પાસપોર્ટ અરજી, વિદેશ અભ્યાસ માટે લોન, વર્ક પરમિટ, અંગ્રેજી વિષય ની વિવિધ પરીક્ષા, તથા  સેફ એન્ડ લીગલ માઇગ્રેસન વિશે સમજ આપવામા આવી. કરીઅર કાઉન્સેલર શ્રી રઘુભાઈ રાઠવા  દ્વારા રોજગાર કચેરીની કામગીરી નામ નોંધણી પ્રક્રિયા, રોજગાર ભરતી મેળા, સ્વરોજગાર લોન સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ.ઉપરોક્ત કાર્યક્રમમા નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ  એસ. જી. પટેલ કોમર્સ કોલેજ, છોટાઉદેપુરના લગભગ 219 થી વધુ ઉમેદવારો એ લાભ લીધો હતો. કોલેજના પ્રીન્સીપાલ વી એમ પટેલ તથા અન્ય પ્રોફેસર દ્વારા  સેમીનારનુ સંકલન કરેલ હતું. તેવુ રોજગાર અધિકારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર