Gujarat

લોભામણી લોનની જાળમાં સિનિયર અધિકારી ફસાયા

ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અમદાવાદના ખોડિયાર ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર-10માં ફરજ બજાવતા શ્વેત પ્રવીણકુમાર પટેલને અંગત કામ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી ગત તા. 10 જૂન 2025ના રોજ તેમણે પોતાના મોબાઈલમાં ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અને વેબસાઇટ પર 20 લાખની લોન માટે પોતાની અંગત વિગતો ભરીને એપ્લિકેશન કરી હતી.

20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવી આ પ્રક્રિયા કર્યાના થોડા વખતમાં જ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. બાદમાં ફોન કરનારે પોતે PMEGPનો અધિકારી હોવાનું જણાવી 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવી હતી. જે અન્વયે ઠગબાજે એપ્લિકેશન ફી પેટે 3 હજાર, ત્યારબાદ ફાઇલ ચાર્જ પેટે રૂ. 25,726 અને લોન ખાતામાં જમા થાય તે પહેલાં ત્રણ એડવાન્સ હપ્તા પેટે રૂ. 47,730 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.