ધામળેજ નજીક રાખેજ ગામના પાટિયા પાસે ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઈકો કાર વેરાવળ તરફથી આવી રહી હતી અને માધવડ બંદર તરફ જઈ રહી હતી, ત્યારે રાખેજના પાટિયા પાસે ઈકો કાર બાઈકસવારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં બાઈક પર સવાર યુવકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈકોમાં સવાર અન્ય બે મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.


મોટરસાયકલ ચાલક રાખેજ ગામના વતની હરેશભાઈ કાનાભાઈ પરમાર હોવાનું ખુલ્યું છે.


અક્સ્માતની જાણ થતાં ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવી
રિપોર્ટર પરેશ લશ્કરી

