Gujarat

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભીલપુર ગ્રુપ શાળાની વિદ્યાર્થીની જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું

ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી ચેતના કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા લેવાયેલ પરીક્ષામાં ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાઠવા રિતલબેન ભરતભાઈએ જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તેઓનું ગાયત્રી ચેતના કેન્દ્ર છોટાઉદેપુર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના કુલ 40 બાળકોએ પરીક્ષા આપી હતી જેવો તમામ પરિક્ષામાં ઉતિર્ણ થયા હતા. શાળાની વિદ્યાર્થીનીને ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર