Gujarat

લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા  વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ધ્રોલ સ્થાનિક લોકો અને જુદી જુદી શાળાના બાળકોને માતૃભાષાનું મહત્વ , પોસ્ટકાર્ડ લેખન કઈ રીતે કરવું ???, તેમાં સરનામાની વિગતો વિશે માહિતી કેન્દ્રના ડો સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી , બાળકોને પોસ્ટઓફિસ લઇ જઇ વિવિધ લેખન કરાતા તાર ટપાલ વિશે માહિતી રૂબરૂ આપવામાં આવી , પોસ્ટ કાર્ડ લેખન કર્યા બાદ તેને પોસ્ટ કરવા લઇ જવામાં આવ્યા , જે બાળકના પોસ્ટ કાર્ડ નો જવાબ પોસ્ટ કાર્ડ થી માતૃભાષામાં આવશે તેને વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ તરફથી સર્ટિફિકેટ મળશે.
આ રીતે આશરે 100 થી વધુ લોકો આ કાર્યમાં સામેલ થયા. કેન્દ્રના આ કાર્ય અંગે સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન સામેલ સૌને પાઠવ્યા.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.