Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે  સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. જયારે છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેરના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી  સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર