રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ જામનગર પોલીસે શહેરમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 18 માર્ચ 2025 સુધીમાં કુલ 1007 લોકો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી દરમિયાન 38 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસે 11 હિસ્ટ્રી શીટરો અને 21 ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની તપાસ કરી છે. 79 શંકાસ્પદ વ્યક્તિઓ અને 708 શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી છે.

દારૂબંધી અંગે 54 કેસો નોંધવામાં આવ્યા છે. 17 માથાભારે તત્વોની તપાસ કરવામાં આવી છે. 7 ડોઝિયર્સ અને 3 ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો નોંધાયા છે. 43 મિલકત સંબંધિત આરોપીઓ અને 26 લિસ્ટેડ બુટલેગરોની તપાસ કરવામાં આવી છે.

પીજીવીસીએલ સાથે મળીને ગેરકાયદે વીજ જોડાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 22 ગેરકાયદે વીજ જોડાણો કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રૂ. 14,23,421નો દંડ વસૂલવામાં આવ્યો છે અને 8 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જામનગર પોલીસે જણાવ્યું છે કે આ કાર્યવાહી આગામી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.

