Gujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ને બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો

૨૦ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ભુજમાં યોજાયેલા ઝોન ૮ (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય) ના કેવિકેના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કેવિકે, કોડીનાર ને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો. આ વર્કશોપમાં, આઈસીએઆર અટારીના ડિરેક્ટર, ડૉ. એસ.કે.રોય; ભૂતપૂર્વ ડીડીજી- એગ્રી. એક્સ્ટેન્શન ડૉ. પી. દાસ; ભૂતપૂર્વ ડીડીજી એગ્રી.એક્સ્ટેન્શન ડૉ. કે.ડી. કોકાટે; ભૂતપૂર્વ વીસી બીસીકેવી મોહનપુર, ડૉ. એમ. એમ. અધિકારી; ભૂતપૂર્વ આઈસીએઆર અટારી બેંગ્લોર ડૉ. પ્રભુ કુર્મર; વીસી, વીએનએમકેવી, પરભણી, ડૉ. ઇન્દ્રમણિ એ તમામ ૮૨ કેવિકેના પ્રગતિ અહેવાલ અને નોંધપાત્ર સિદ્ધિઓનું મૂલ્યાંકન કર્યું. સમાપન સત્રમાં, હાજર ડીડીજી,એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન, ડૉ. રાજવીર સિંહ સર પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા અને કેવિકેના કાર્યની પ્રશંસા કરી.આ એવોર્ડ મહાનુભવોની હાજરીમાં કેવિકેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ શ્રી જિતેન્દ્ર સિંહ ને એનાયત કરવામાં આવ્યો.

પરેશ લશ્કરી