Gujarat

અમદાવાદની વિદ્યાર્થિનીએ રાજસ્થાનના કોટામાં હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી

રાજસ્થાનના કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા રેસિડેન્સીમાં રહેતી ૨૪ વર્ષિય કોચિંગ વિદ્યાર્થિની અફશા શેખે આત્મહત્યા કરી લીધી છે. અફશા શેખ ગુજરાતના અમદાવાદની રહેવાસી હતી.

તે ૬ મહિના પહેલા જ પ્રતિક્ષા નિવાસસ્થાનમાં રહેવા આવી હતી. આ વિદ્યાર્થિનીએ અગાઉ ઘણી વખત દ્ગઈઈ્‌ની પરીક્ષા આપી હતી. હાલમાં તે જરૂરી વિષયોમાં સ્વ-અભ્યાસ અને ટ્યુશન કરી રહી હતી.

બુધવારે સવારે જ જવાહર નગર પોલીસ સ્ટેશનને તેની આત્મહત્યાની માહિતી મળી. પોલીસ સ્ટેશનના છજીૈં લલિત કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે અને તેમના મૃતદેહને સ્મ્જી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

પરિવારના સભ્યોના આગમન પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ વિદ્યાર્થિની જૂના રાજીવ ગાંધી નગરમાં રહેતી હતી. તેણે ફ્લેટના જ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જાેકે, પોલીસને રૂમમાંથી કોઈ અંતિમ ચિઠ્ઠી મળી નથી.