Gujarat

અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત 63 વાહનોની હરાજી કરી, બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા

અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત કરેલા 63 વાહનોની ગુરૂવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા. આ હરાજીમાં આબુરોડના મહંમદ સાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી રૂ.16.28 લાખમાં તમામ વાહનો ખરીદ્યા હતા.

હરાજી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજસ્થાન સરહદે આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરાયેલા 63 વાહનોને કોર્ટના આદેશથી હરાજી માટે મૂકાયા હતા. હરાજીથી રૂપિયા 13.80 લાખ મળ્યા હતાં.

જીએસટીના રૂપિયા 2.48 લાખ સાથે રૂપિયા 16.28 લાખ થઈ હતી. હરાજીમાં બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા.જેમાં 68 વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો હતો. હરાજી દરમિયાન પીઆઈ એસ.કે. પરમાર હાજર રહ્યા હતા. આબુરોડના મહંમદ સાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી તમામ વાહનો રૂપિયા 13.80 લાખમાં ખરીદી લીધા હતા.

અમીરગઢ ચેકપોસ્ટ બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન સરહદે આવેલ છે. આ વિસ્તાર અતિસંવેદનશીલ ગણાય છે. અહીં વારંવાર તસ્કરો ગુનાહિત પ્રવૃત્તિઓ આચરે છે. કોર્ટ દ્વારા ખાલસા કરાયેલા વાહનોની આ હરાજી નોંધપાત્ર રહી હતી. અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત 63 વાહનોની હરાજી કરી હતી