ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક બિનવારસી હાલતમાં મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કચરામાં હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે.
આ પ્રકારે મેડિકલ કચરાને જાહેરમાં ફેંકવો એ પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અજાણ્યા હોસ્પિટલ સંચાલકો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાય છે.સ્થાનિક તંત્રને આ અંગે જાણ થતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બિનવારસી પડેલા મેડિકલ વેસ્ટના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.