Gujarat

અમરેલી, વડોદરા, દીવ અને ડીસામાં નલિયા કરતા વધુ ઠંડી અનુભવાઈ, કાલથી પારો ગગડશે

રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાય રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી એટલે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અમરેલી બાદ દીવમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

દીવ બાદ વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરા બાદ ડીસામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ચારેય શહેરમાં નલિયા કરતા ઓછું લઘુતમ તાપમાન નોંધાતા નલિયા કરતા પણ આ ચારે શહેરે નલિયાને પાછળ પાડ્યું હતું. નલિયામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

નલિયાના તાપમાનમાં વઘારો અમદાવાદમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 16 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 17 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 19.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 22 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.