Gujarat

સ્વદેશી વસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિતના શપથ લેવાયા

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ રાષ્ટ્રગીત “વંદે માતરમ”@150ની ઉજવણીના અવસર પર મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી શપથ લઇ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ સાથે શપથ લેવામાં આવ્યા.

ભાવનગર મહાનગરપાલિકાના પંટાગણમાં મેયર ભરત બારડના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના સમૂહગાન આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “વંદે માતરમ્@150” તરીકે ગીતના 150 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 7 નવેમ્બર, 2025ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મેયરના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકાના મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીના પટાંગણમાં સવારે વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો. બાદમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વદેશી શપથ લઇ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.