માંગરોળના રુદલપુર ગામ નજીક એક અબોલ પશુ આખલાને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્રૂરતા પૂર્વક મારમારી તેના પગો ભાંગી નાખ્યા અને ત્યારબાદ આખલાનો મોત થયાનો બનાવ સામે આવ્યો છે,
માનખેત્રા થી રુદલપુર જવાના કાચા રસ્તા પર ગંભીર હાલતમાં આખલો હોવાનું ગૌરક્ષા સેનાના કાર્યકરોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ આખલાને ગૌવાહન દ્વારા માંગરોળ પશુ દવાખાના ખાતે લાવવામાં આવેલ જ્યાં પશુ ચિકિત્સક ડોક્ટર ડાભી સારવાર આપે તે પહેલા આખલાએ પ્રાણ છોડી દીઘા હતા,
ઘટનાની જાણ થતા ગૌરક્ષા સેનાના કેતનભાઈ નરસાણા, વિશ્વ હિન્દુપરિષદના વિનુભાઈ મેસવાણીયા. પ્રકાશભાઈ લાલવાણી સહીત આગેવાનો પશુ દવાખાને દોડી આવ્યા હતા,
પ્રાથમિક તપાસમાં આ આખલાને કોઈએ બાંઘીને લાકડીઓ પાઇપો વડે માર્યો હોય તેવુ ચર્ચાય છે જેની વધુ હકીકત પીએમ રિપોર્ટ આવ્યા પછી વઘુ વિગતો ધ્યાને આવશે તેવુ પશુ ચિકિત્સક ડોક્ટર ડાભી દ્વારા જણાવાયુ,
જ્યારે આ બનાવથી ગૌપ્રેમીઓ રોષે ભરાયા છે અને પોલીસ તપાસ કરી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

