આગામી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર) ના રોજ ઉજવનાર જલારામ જયંતી નિમિત્તે રાજ્યભરમાં કતલખાના, ઈંડા, માંસ અને મચ્છીનું વેચાણ બંધ રાખવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં કારતક સુદ-૭ ના દિવસે ‘જલારામ જયંતી’ પવિત્ર ભાવથી ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત પૂ.પૂ. શ્રી જલારામબાપાના કરોડો ભક્તો દેશ-વિદેશમાં આ દિવસને ભક્તિભાવપૂર્વક ઉજવે છે.
જલારામબાપાએ ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ નો સંદેશ આપ્યો હતો અને આજીવન સદાવ્રત ચલાવી સેવાભાવી જીવન જીવ્યા હતા.આ પવિત્ર દિવસની ગરિમા જાળવવા માટે રાજ્યના કતલખાના, ઈંડા, માંસની લારીઓ અને દુકાનો સદંતર બંધ રાખવાની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆત ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને એનિમલ હેલ્પલાઈન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.સમસ્ત જનતા વતી આ રજૂઆત કરનારાઓમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મિતલ ખેતાણી, એનિમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર અને પારસભાઈ મહેતાનો સમાવેશ થાય છે.

