કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડીએ ઢોર દોહવા ગયેલા એક આધેડ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતા કોડીનાર ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
ડોળાસા ગામ ના કાદુભાઈ રાજાભાઈ મોરી આજે વહેલી સવારે છ વાગ્યે ગાય દોહવા ગયા હતા.ગાય ને દોહી લીધા બાદ ચાર દિવસ પહેલા જન્મેલા વાછરું ને સ્તનપાન માટે છોડ્યું હતું.ત્યારેજ ઘાત રાખી ને બેઠેલો વિકરાળ દીપડો ઢોરવાડા માં ખુશી ચાર દિવસ ના વાછરું ને મોઢા માં લીધું હતું.આ દૃશ્ય કાદુભાઈ ની નજર સામે બની રહ્યું હતું.કાદુભાઈએ વાછરું ને દીપડા ના મોઢા માં થી છોડાવવા હાકલા પડકારા કરતા દિપડો છંછેડાયો હતો.અને કાદુભાઈ ઉપર હુમલો કરી ઘાયલ કરી દેતા તેઓ લોહી લુહાણ થયા હતા.કાદુભાઈ ને ઇજા પહોંચાડી દીપડો વાછરું ને મોઢા માં લઇ ઢોરવાડા ની બાજુ માં આવેલી પેક ઓસરી માં ગયો હતો.કાદુભાઈ ઘાયલ હોવા છતાં દીપડો ઓસરી ગયો તેનો દરવાજો બંધ કરી કરી દીધો હતો.

ત્યાર બાદ તેઓએ બોમાબુમ કરતા શેઢા પાડોશી ખેડૂતો ઘટના સ્થળે પહોંચી તુરત 108 એમ્બ્યુલન્સ દ્વારા કાદુભાઈ ને સારવાર અર્થે કોડીનાર ખસેડાયા હતા.બાદ જામવાળા જંગલ ખાતાના જાણ કરતા જંગખાતા નો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ઓસરી માં પુરાયેલ દીપડા ને બેહોશી નું ઇન્જેક્શન શૂટ કરી દીપડા ને પાંજરે પૂરી વિધિવત કાર્યવાહી કરી હતી.અને માનવ લોહી ચાખી ગયેલા દીપડા ને ગીર વિસ્તાર માં છોડવા માં આવશે તેવી માહિતી આપી હતી.આ ઘટના સ્થળે રાઉન્ડ ફોરેસ્ટર છારા મહેશ ભાઈ સોલંકી,,ફોરેસ્ટ ગાર્ડ મહેન્દ્ર ભાઈ રાઠોડ,,
ફોરેસ્ટ ગાર્ડ મનદીપસિંહ પરમાર,, ફોરેસ્ટ ગાર્ડ અંકિતસિંહ રાજપુત ફોરેસ્ટ ગાર્ડ મિતુલભાઈ ભીમાણી,,જીતુ ભાઈ મોરી અને ભગીરથભાઈ સેખવા એ દીપડા નું રેશક્યું ઓપરેશન સફળતા પૂર્વક પાર પડ્યું હતું.અને વિકરાળ દીપડા ને પાંજરે પૂર્યો હતો.

ડોળાસા અને આજુબાજુ ના ગામો માં જંગલી જાનવરો પડ્યા પાથર્યા રહે છે.તેઓની રંજાડમાંથી ખેડૂતો ને કાયમી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.
પરેશ લશ્કરી

