જેતપુરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર શખસે હુમલો કર્યો હતો. આરોપી સામે ગુનો દાખલ કરી જેતપુર સીટી પોલીસે શખસને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.
મળતી માહિતી મુજબ જેતપુર શહેરના હિંગળાજ કૃપા, શેરી નં.ડી-૩, શંકરના મંદિર સામે રહેતા નીરવ પ્રવિણભાઈ હીંગુ (ઉ.૩૯)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના રહેણાંક મકાન નીચે આવેલ ગ્રાઇડ ટેઇલર નામે દુકાન ચલાવતા અને ગત તા.૧૪ના રોજ બપોરના સાડા બાર વાગ્યે તેમના મીત્ર દીપકભાઈ કારીયા જે મકાનની પાસે આવેલ શંકરના મંદિર પાસે હતા ત્યારે અયુબ સોયેબ ઉઘી તેનું એકટીવા લઈને ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે, તું શું કામ મારી સામુ જુવે છે? તેમ કહી ઝઘડો કરવા લાગ્યો.
ઝઘડાનું કારણ એવું છે કે, આજથી દોઢેક વર્ષ પહેલા મારે લેડીઝ ટેઇલર હોય અને આ જગ્યાએ મહિલાઓ આવતી હોય અને આ અયુબ તથા તેના મીત્રો મારા ટેઈલર પાસે બેસતા હોય જેથી આ લોકોને મે આ જગ્યાએ બેસવાની ના પાડતા તેને સારૂ લાગેલ નહીં અને જે બાબતનો ખાર રાખેલ હોયજેથી આ બાબતે પહેલા ઝપાઝપી થયેલ બાદમાં આ અયુબે તેની પાસે રહેલ એકટીવાની ચાવી ડાબી આંખ પાસે તથા માથાના પાછળના ભાગે તથા માથાના ઉપરના ભાગે મારી દેતા આખને નીચેના ભાગે તથા માથામાંથી લોહી નીકળતા બાજુમાં રહેલા દીપકભાઇ કારીયા તથા આજુબાજુના લોકો વચ્ચે પડતા વઘુ મારથી બચાવી. અયુબ જતા જતા કહેતો ગયેલ કે આજે તો તું બચી ગયો હવે પછી મળીશ તો આનાથી વધુ મારીશ તેમ કહી અયુબ તેનું એક્ટીવા લઈને જતો રહેલ હતો. ત્યાર બાદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ હતો.પોલીસે નીરવ હીંગુની ફરિયાદ પરથી અયુબ ઉધી સામે ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી