વેપારી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાનો પણ પ્રમુખ પદ માટે સ્ત્રી સામાન્યમાંથી ન પસંદ થાય તેવું ઇચ્છી રહ્યા છે..
રાજકારણ માં ક્યાં શું બને તે નક્કી કહેવાય નહીં રાજકારણમાં વાયદા ઉપર વાયદાઓ પડતા હોય છે. સોદાબાદીના કારણે રાજકારણ ગંદુ બની ગયું છે. તેવું જ રાજકારણ જેતપુરનું જગ જાહેર જોવા મળી રહ્યું છે. પહેલેથી જ કમિટમેન્ટ કરી દેવામાં આવ્યું હોય.તેવું ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જેતપુર નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં આ સમગ્ર બાબતો જોવા મળે તો નવાઈ નહીં. આ વખતની પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય સ્ત્રી અનામત પ્રમુખ બનવા માટે ઉજળા સંજોગો છે. ત્યારબાદ અઢી વર્ષ એસ.સી સ્ત્રી અનામતનુ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અઢી વર્ષ માટે સામાન્ય સ્ત્રી પ્રમુખ બનશે અને જે ઘણા સમય પછી સવર્ણ સમાજમાંથી પ્રમુખની પસંદગી થવાની છે ત્યારે. શહેરમાં પ્રમુખ પદ માટે અત્યારથી ગલી એટલી વાતો એ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં ટિકિટોને વહેંચણીમાં વહેવાર થયાના મેસેજ વહેતા થયા હતા.
ચૂંટણી પત્યા બાદ અગાઉ પ્રમુખપદની સોદાબાજી થઈ ગઈ હોય તેવું કાર્યકરો અને શહેરીજનોમાં સર્ચાઇ રહ્યું છે. સોદાબાજીના કારણે આ વખતે સ્ત્રી સામાન્ય પ્રમુખ પદ હોવાથી એક નામ નક્કી કરવામાં આવેલ છે જે વોર્ડ નં 8 ના વિજેતા મહિલા ઉમેદવાર છે.
ત્યારે જેતપુરમાં વેપારીઓ ઉદ્યોગપતિઓ અને પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો પણ આ પ્રમુખ પદ માટે સ્ત્રી સામાન્યથી પસંદ ન થાય ત્તેવુ ઇચ્છી રહ્યા છે. છતાં પણ આમ અગાઉથી જ પાલિકામાં સામાન્ય પ્રમુખ પદ માટે સોદાબાજીનું ષડયંત્ર રચાઈ ગયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

