Gujarat

વાયરલ વીડિયોના આધારે બે આરોપી ઝડપાયા, પાંચની શોધખોળ જારી

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈક રેસિંગનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. બેફામ ગતિએ બાઈક ચલાવતા એક યુવક અંકિત મકવાણાને ટ્રક સાથે અકસ્માત થયો હતો. તે હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંચકોસી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતા વાહનોના નંબરના આધારે પોલીસે બે આરોપી ચેતન રાજેશભાઈ પાડલીયા અને યાસીન કરીમભાઈ બાબવાનીની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન અન્ય પાંચ આરોપીઓની ઓળખ થઈ છે – ફરીદ અબ્બાસભાઈ ભડાલા, સુમિત શામજીભાઈ સરવૈયા, જયેશ અશોકભાઈ ગુજરાતી અને ચિરાગ રાજેશભાઈ પાડલીયા. પોલીસ આ પાંચેય આરોપીઓની શોધખોળ કરી રહી છે.

પીએસઆઈ એ.આર. પરમારે તમામ બાઈક સવારો વિરુદ્ધ IPC કલમ 281 અને મોટર વાહન કાયદાની કલમ 183, 184 અને 189 હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં, ટ્રક ચાલક મનુભાઈ ગોહિલે અંકિત મકવાણા (GJ-10-EA-7550) સામે અલગથી ફરિયાદ નોંધાવી છે.