પ્રાસલી યાર્ડમાં ચણાની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં રાહત પ્રસરી હતી.
સુત્રાપાડા એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ચણા ની સરકારી ટેકાના ભાવ પ્રતિ મણ 20 કિલોના રૂ. 1130/- થી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડ સહિતના હાજર રહ્યા હતા.ચણાના ઉત્પાદકો તમામ ખેડૂતોને થયેલ રજીસ્ટ્રેશન મુજબ મેસેજ મોકલવામાં આવશે તે પ્રમાણે ખેડૂત ભાઈઓ એ પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં આવેલ સેન્ટર ઉપર ચણાનું વેચાણ કરવાનું ચેરમેન દિલીપભાઇએ જણાવ્યું હતું તેમજ શુભારંભ વખતે ડાયરેક્ટરો ગુજકોમાસોલ પ્રતિનિધિ ઝાલાભાઈ, એપીએમસીના અધિકારીઓ, મંડળીના પ્રતિનિધિઓ, આ વિસ્તારના સહકારી ખેડૂત અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

