Gujarat

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતે થી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ.

આશરે ૫૦ ઘર માટે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી મહામંત્રીઓ પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા સહીત મહિલા મોરચા ના અધ્યક્ષ રીટાબેન જોટંગીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગરીબ, વિધવા, નિરાધારનો આધાર બની, તેઓ ને અનાજ કીટ નું વિતરણ કરી આશીર્વાદ મેળવી ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી એ જન્મદિવસ ની ઉજવણી કરેલ.