ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના આ ટર્મના બે વર્ષ પૂર્ણ થતા અને છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પણ બે વર્ષ પૂર્ણ થતા 138 વિધાનસભામાં થયેલા વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ કવાંટ તાલુકાના પાનવડના રાયપુર મુકામે યોજાયો હતો. રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ થતા રાજ્ય સ્થળે ઉજવણી કરી હતી. પરંતુ ગુજરાતમાં પ્રથમ જ એવા ધારાસભ્ય છે.

જેવો પ્રજા વચ્ચે રહીને પ્રજાનું કામ કરે છે. અને ગુજરાતની બીજી કોઈપણ વિધાનસભામાં બે વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી નથી. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર દ્વારા કાર્યક્રમ માટે કોઈપણ જાતની આ બાબતે સૂચના કરવામાં આવી ન હતી. પરંતુ ખુદ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ પ્રજાને પોતાનો હિસાબ આપવા માટે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું. 138 જેતપુર પાવી વિધાનસભામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો બે વર્ષની અંદર ફાળવવામાં આવી છે.

જેમાં રોડ રસ્તા, નવીન બ્રિજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યની રજૂઆતના પગલે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે બે વર્ષની અંદર કરેલા વિકાસના કામોનો પ્રજાને હિસાબ મળી રહે તે માટે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કાર્યક્રમ કર્યો હતો.

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, આદિવાસી લોક ગાયિકા ઉર્વી રાઠવા,જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ તેઓના મતવિસ્તારમાં મંજુર થયેલ કામોને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

