Gujarat

ભરૂચ પોલીસે પ્રતિબંધિતઈ સિગારેટનું વેચાણ કરતા ૩ વેપારીને પકડી પડ્યા, ૩ ફરાર

ભરૂચ એસઓજી પોલીસ ટીમનો અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પડ્યા

યુવાધનમાં નશો કરવાની ખરાબ આદતો પર કડક કાર્યવાહી કરવાના ઉદેશથી ભરૂચ પોલીસ એકશનમાં. ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેઝી બાઈટ નામની દુકાનમાં રૈયાન પટેલ તથા સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતો ઇમરાન આદમ પટેલ પોતાના ઘરે ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી રૈયાન ઈમ્તિયાઝ પટેલ (રહે- શેરપુરા નવીનગરી ભરૂચ) અને ઇમરાન આદમ પટેલ (રહે- સીતપોણ, ટંકારીયા રોડ)ને ઝડપી પાડી ઇ સિગારેટ, ફ્લેવર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે અબરાર પટેલ અને ઉસ્માન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ ગઈ તા. ૨૩ ઓગષ્ટના રોજ મદીના હોટલ પાસે મદીના પાન પોઇન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો વ્યક્તિ પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી એસઓજી પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી મોહમ્મદજૈનુલઆબેદિન મોહમ્મદ નહિનઇમ નાગોરી (રહે- મદીના હોટલ પાસે, નાગોરી વાડ ,ભરૂચ) ને ઝડપી પાડી રૂ. ૨૭,૬૦૦ની કિંમતની ઇ સિગારેટ તથા ફ્લેવર રીફિલનો જથ્થો જપ્ત કરી મોહમ્મદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કયા-ર્ે હતો.