રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપના છ સક્રિય સભ્યોએ તા. 7 ફેબ્રુઆરી 2025ના રોજ જુના બંદર વિસ્તારમાં મોડેસ્ટ પાસે પુલ નીચે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી હતી.

આ સેવા કાર્યમાં સમીરભાઈ, નિલેશભાઈ, જીમિતભાઈ, તરંગભાઈ, વિવેકભાઈ અને દર્શિલભાઈએ સક્રિય ભાગ લીધો હતો. તેમણે 1000થી વધુ પક્ષીઓને લાભ મળે તે રીતે 120 કિલો જુવાર અને 30 કિલો ગાંઠીયાનું વિતરણ કર્યું હતું.


