દામનગર SBI બેંક સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
દામનગર શહેર ની SBI બેંક દ્વારા શ્રી ધીરજ મોરાજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરાયું બ્રાન્ચ મેનેજર જીગર હિંગુ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ઉત્સાહભેર રક્તદાન કરતા રક્તદાતા ઓ અમરેલી સિવિલ હોસ્પિટલ શ્રી શાંતાબા મેડિકલ કોલેજ સ્ટાફ અને દામનગર સિવિલ ના તબીબ ડો ગોપીબેન ઈસામલિયા ડો સૃતીબેન ડો ભાગીરથીબેન ની તબીબી સેવા એ યોજાયેલ રક્તદાન કેમ્પ માં પ્રારંભે બ્રાન્ચ મેનેજર જીગર હિંગુ એ પ્રથમ રક્તદાન કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કર્યો હતો દામનગર એસ બી આઈ સ્ટાફ ના અનિકેતકુમારઉકેશ મુકેશકુમાર વિજયકુમાર આકાશકુમાર ધીરજકુમાર જીતુભાઇ રાઠોડ સહિત ના સ્ટાફ દ્વારા ઉત્સાહ ભેર રક્તદાન કરાયું હતું સ્થાનિક અગ્રણી જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા ગોબરભાઈ નારોલા હસુભાઈ ભડકોલીયા ના વરદહસ્તે રક્તદાતા ઓને વિવિધ ભેટ સોગાદ અને સ્મૃતિપત્ર એનાયત ગુંદરણ અને શાખપુર બ્રાંચ દ્વારા કરાયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


