Gujarat

ધુળેટીના દિવસે બોર્ડનું પેપર

ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, ૪ માર્ચે પેપર ગોઠવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ૪ માર્ચે ધુળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. ૪ માર્ચે ધોરણ ૧૦માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્ત્વોના બોર્ડનાં પેપર રાખવામાં આવ્યાં છે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪ માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે.

રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જાે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ ૨૦૨૩માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાદ રજૂઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં હવે એમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ૭ નવેમ્બર, ૨૦૨૫થી ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ ખ્તજીહ્વ.ર્ખ્તિ પર ભરી શકાશે. દરેક પ્રશ્ન પત્રમાં ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે ૧૦ મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ ૧ કલાકથી ૩ કલાક સુધીનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની ૩૦ મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ ૨૦ મિનિટ અગાઉ રહેવાનું રહેશે.

ગત વર્ષે ૨૭ ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૧૦ માર્ચ સુધી પરીક્ષાઓ ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષાઓ ૨૬ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચે પૂર્ણ થશે. ૨૦૨૫ પહેલાં બોર્ડની પરીક્ષા ૧૫ માર્ચથી શરૂ થતી હતી, પરંતુ બે વર્ષથી ૧૫ દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ, સતત ૨ વર્ષથી ૧૫ દિવસ વહેલી પરીક્ષા યોજવામાં આવે છે.

આ સાથે જ ગુજકેટ ૨૦૨૬ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી ૨૯ માર્ચ, ૨૦૨૬ના રવિવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી જિલ્લાકક્ષાનાં કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. ય્ેંત્નઝ્રઈ્ ૨૦૨૬ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.