Gujarat

સાવરકુંડલા શહેરની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં બોર્ડની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભ યોજાયો

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૨૦-૨- ૨૫ના રોજ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભનું આયોજન થયું. જેમાં પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા દ્વારા વિદ્યાર્થી બહેનોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી ચોકલેટ દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે વર્ગશિક્ષક ભરતભાઇ ગામી અને હિતેશભાઈ ઢાપા દ્વારા પેન આપી રસીદનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓને શુભેચ્છા સાથે સુપરવાઈઝર નીતાબેન ત્રિવેદી દ્વારા આભાર વિધી કરવામાં આવી એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું

બિપીન પાંધી સાવરકુંડલા