Gujarat

બોડેલીનો સળગતો પ્રશ્ન સાંકળી થઈ ગયેલી હરખલી કોતર ચોમાસુ નજીક આવતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાનો ડર

બોડેલી સાથે સંકળાયેલ ચાર ગ્રામ પંચાયતના નગરજનોને શું ચોમાસુ ફરી  ડુબાડશે..તેનો ડર સતાવી રહ્યો છે 
સરકાર દ્વારા કોઈ મોટી ભૂગર્ભ યોજના હેઠળ કામ કરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી અંત આવશે અને જો સમારકામ કરવામાં આવશે તો પરિસ્થિતિ જૈસે થે..
જ્યારે હવે ફરી ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે લોકો માં એક ડર સતાવી રહ્યો છે….કે બોડેલી ફરી જળ-બમ્બાકાર તો નહી થાય ને..
છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી ની મધ્યથી પસાર થતી હરખલી અહી ચાચક,, અલીખેરવા,, બોડેલી,, અને..ઢોકલીયા,, આમ ચાર ગ્રામ પંચાયત વચ્ચે થઇ હરખલી કોતર પસાર થાય છે આ હરખલી મા આ ગ્રામ પંચાયતો ના ગટર નુ પાણી પણ અહીં જ છોડવામા આવે છે જેથી ગંદકી અને દુર્ગંધ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  અલીપુરા થી બોડેલી માં પ્રવેશતી હરખલી કોતર સમય જતા પહોળી થવા ને બદલે ગેર કાયદેસર દબાણો ને લઈ સાંકડી થતી ગઈ અને વરસાદી મોસમમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા નીચાણ વાળા વિસ્તારો સહિત ઉપરવાસ ની અનેક સોસાયટીઓ માં જળબંબાકારની સ્થિતિ વણસતી ગઇ જેથી આ સોસાયટીના રહિશો આ વણસતી પરિસ્થિતિ ના મુખ્ય કારણો દબાણો સાથે પાઇપ લાઇન ને ગણી રહ્યા છે
હવે બોડેલી અને તેની સાથે સંકળાયેલા ગ્રામ પંચાયત ના નગરજનોને એક જ ડર સતાવી રહ્યો છે કે ફરી ચોમાસામા સતત વરસાદ પડસે તો અમારું શું થશે આ સમસ્યા નું નીરાકરણ  ક્યારે આવશે… હરણફાળ વિકાસ પામતા બોડેલી વિસ્તારમા આજે સૌથી મોટો સળગતો પ્રશ્ન છે…..ગામના મધ્યમાથી વાંકી ચુકી થઇ પસાર થતી હરખલી…
આ કાયમી સમસ્યાને દૂર કરવા માટે મોટા શહેરમા કામ કરતા અનુભવી એન્જીનયર પાસે પ્લાંનિંગ કરાવી મોટી ભૂગર્ભ યોજના દ્વારા કામ કરવામાં આવે તોજ આ સમસ્યા નુ નિવારણ આવી શકે નહીંતર દર વર્ષે આ સમસ્યા ઉભી રહેવાની છે તેમ ચોક્કસથી કહી શકાય
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આ વિસ્તાર ની મુલાકાત લીધી ત્યારે બોડેલી નગરજનો માં આનંદની લાગણી જોવા મળી હતી પરંતુ કલેક્ટર ની સૂચનાઓ બાદ પણ કોઇ કામગીરી હાથ ધરવામાં ના આવતા હાલ તો પરિસ્થિતિ જૈસે થે….હવે..લોકો ને એક જ ડર સતાવી રહ્યો છે કે હવે નજીક આવી રહેલા ચોમાસામાં બોડેલી ફરી જળ બમ્બાકાર તો નહી થાય ને…
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર