અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે ચણાનો ટેકાનો ભાવ 1130 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજુલા, ધારી, ખાંભા અને બગસરા એમ ચાર કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી છે. આ કેન્દ્રો પર શ્રીફળ વધેરીને વિધિવત રીતે કામગીરીનો પ્રારંભ કરાયો છે.

જિલ્લામાં કુલ 12 કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવશે. આ કેન્દ્રોમાં સાવરકુંડલામાં બે કેન્દ્રો ઉપરાંત ટીબી, બાબરા, લાઠી અને અમરેલી માર્કેટિંગ યાર્ડનો સમાવેશ થાય છે. બાકીના કેન્દ્રો પર આગામી 24 કલાકમાં ખરીદી શરૂ કરવામાં આવશે.

વિવિધ સેવા સહકારી મંડળીઓ દ્વારા ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉથી ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવે છે. સતત મોનિટરિંગ હેઠળ આ ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છવાયું છે.

