દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાનને બનાવી તાળા તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.4 લાખ 44 હજારથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ તાલુકાના કનીપુર ગામ સ્વામીનારાયણ ખડકીમાં પરિવાર સાથે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલો કાન્તિ પટેલ મીરાપુર ગામની સીમમાં આવેલ શક્તિ મેટલ પ્રા.લી.નામની કંપનીમાં ફીટર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.
ગત તા.26 નવેમ્બરના રોજ નરેદ્રભાઈ તેમની પત્ની ભૂમિકાબેનને ભરૂચ મરણ પ્રસંગે જવા માટે સવારે કપડવંજ બસ સ્ટેશન ખાતે મુકવા ગયા હતા. જ્યારે તેમના માતા પુરા વતનમાં ગયા હતા. બાદમાં નરેદ્રભાઈ કપડવંજથી સીધા જ પોતાની નોકરી ઉપર ગયા હતા અને નોકરી પૂર્ણ કરીને રાતે આઠેક વાગ્યે ઘરે પરત ગયા હતા.
જોકે કંપનીમાં તેમની સાથે કામ કરતા રિલિવર બીમાર હોવાથી નરેદ્રભાઈને નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું આવ્યું હતું. આથી તેઓ જમી પરવારી ઘરના વચ્ચેના રૂમ બંધ કરી તાળુ મારી તથા ઘરના મુખ્ય જાળી વાળા દરવાજે પણ તાળુ મારીને નોકરીએ જતા રહ્યાં હતા.

