Gujarat

વહેલી સવારથી બિલ્ડર્સ, સોની અને અન્ય સ્થળે અધિકારીઓની તપાસ શરૂ, લોબીમાં દોડધામ

નડિયાદ અને ભાવનગર શહેરમાં વિવિધ બિલ્ડર્સ ગૃપને ત્યાં આઈ.ટી.ની મોટાપાયે રેડ પડતા ચકચાર મચી જવા પામી છે. આજે સવારથી જ 30થી વધુ સ્થળોએ અધિકારી એમની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું છે. દરોડાના પગલે બિલ્ડર્સ લોબીમાં દોડધામ મચી જવા પામી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર, જિલ્લામાં વિવિધ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગપતિઓને અમદાવાદની ટીમ દ્વારા આઈ.ટી.ની રેડ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત સિહોરમાં પણ ટીમના ધાડા ઉતર્યા છે. આજે સવારથી જ અધિકારી એમની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં લાગતા બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી જવા પામી છે. શહેરના અગ્રણી સોની વેપારીઓને ત્યાં પણ ઇન્કમટેક્સની તપાસ શરૂ હોવાનું જાણવા મળેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇન્કમટેક્સની રેડમાં શહેરના એક અગ્રણી ઉદ્યોગપતિ કે જેઓ રાજકીય પક્ષ સાથે પણ સંકળાયેલા છે તેને ત્યાં પણ તપાસ ચાલુ છે.

આજે શહેરના આ 10 બિલ્ડર્સ-વેપારીઓને ત્યાં આઈટીની રેડ પડી

ગિરિશ શાહ: બિલ્ડર મહાબલ ફાયનાન્સ નાઝીરભાઈ કલિવાલા: બિલ્ડર ભરત વાડિલાલ બી.વી મહેતા: બિલ્ડર દ્વારકાદાસ વિરચંદ: જ્વેલર્સ ધોળકિયા ગ્રુપ: તમાકુના વેપારી જેડી પટેલ: બિલ્ડર કમલેશ શાહ:ડોક્ટર