યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપેરશન ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે જેમાં રૂપણે બંદર વિસ્તારમાં બુધવારે વહીવટી તંત્ર દ્વારા ચૂસત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દુર કરવામાં આવ્યા હતા જેમાં તંત્ર દ્વારા ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. લગભગ સવા ચાર લાખથી વધુની કિંમતની 770 ચોરસ મીટર જગ્યા પણ ખુલ્લી કરાવાઇ હતી.
છેલ્લા કેટલાક સમયથી દ્વારકા પંથકમાં સરકારી જગ્યા પર કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચલાવ્યા બાદ બુધવારે રૂપેણ બંદર ખુશાલનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દ્વારકા પંથકમાં અનઅધિકૃત કરવામાં આવેલ બાંધકામ ઉપર સરકારની તવાઈ ઉતરી છે ત્યારે બુધવારે રૂપેણ બંદરના ખુશાલનગર વિસ્તારમાં ચાર જેટલા રહેણક બાંધકામોને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા હતા. સરકારી તંત્રે પોલીસ તંત્રને સાથે રાખી સમયાંતરે નોટિસો આપી આપ્યા બાદ બુધવારે બંદર પર આવેલ ચાર જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા ડીમોલેશન કાર્યવાહી દરમિયાન આશરે 770 ચો. મીટર જગ્યા જેની જંત્રી મુજબનો આંકડો આશરે ચાર લાખ પચ્ચીસ હજાર જેટલો થવા પામે છે.

