Gujarat

જવાહર નવોદય વિધાલય અલીયાબાડા ખાતે “કેરિયર ફેર ૨૦૨૫”નું આયોજન કરાયું

વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે માહિતી અપાઈ

વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડા ખાતે “કેરિયર ફેઅર ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી સરોજ સાંડપા અને કાઉન્સિલર શ્રી ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યાનિકેતન માધ્યમિક શાળા અલીયાબાડાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડાના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.સાથે જ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુક્સ વગેરેની પ્રદર્શનીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જેનો લાભ ઉપસ્થિત વિદ્યાર્થિઓએ લીધો હતો.શાળાના પ્રિન્સીપલ શ્રી એમ.પી.સિંહએ જણાવ્યું કે “આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય દિશા માટે માર્ગદર્શન આપે છે અને તેમના આત્મ વિશ્વાસમાં વધારો કરે છે.”