Gujarat

વેરાવળ-શાપર માં 76 મા પ્રજાસત્તાક પર્વની આનબાન શાન સાથે ઉજવણી

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર ની શાળાઓમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન અને વેરાવળ ની કન્યા શાળા તેમજ શાન્તિધામ સોસાયટી ની પ્રાથમિક શાળા, તેમજ શહેર ની વિવિધ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ શાળાઓ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરી હતી.
આ પ્રસંગે અધિકારીઓ, શાળાના શિક્ષકો, પોલીસ સ્ટેશન સ્ટાફ,ગ્રામપંચાયત, સદસ્યો કેવિનભાઇ માર્વનિયા, પારૂલબેન ભૂત, મનીષાબેન સંચાણીયા, સહીત ના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વંદનનો પર્વ નિમિતે શાળાના છાત્રો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
ગણતંત્ર દિવસ નિમિત્તે ઠેર-ઠેર શાળાઓ માં ધ્વજ વંદનનો કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગામના આગેવાનો, ગ્રામ પંચાયત સદસ્યો સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ ગામની કુમાર શાળા પ્રાથમિક શાળામાં 76 મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે શાળાનાં વિદ્યાર્થીઓ સાથે ભવ્ય પ્રભાત ફેરી રૂપે રેલી તિરંગા ફરકાવીને નિકળી હતી. વિવિધ વિસ્તારોમાં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા સંદેશ આપેલ તેમજ શાળાનાં ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી સલામી આપી રાષ્ટ્રીય ગીત, ઝંડા તેમજ રાષ્ટ્રીય સંદેશ સાથે પ્રવચન આપવામા આવ્યું હતું.અને વિવિધ શાળાઓનાં છાત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો
તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત જાણકારી અપાઈ હતી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ