Gujarat

કોમર્સ કોલેજ –  અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.

કોમર્સ કોલેજ –  અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.

વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ યોગ અને પ્રાણાયામ કર્યા.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડો. એ. જી. પટેલ દ્વારા યોગ અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું તે મુજબ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ યોગાસન અને પ્રાણાયામ કર્યા. કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવીયાએ યોગાસન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ મહત્વ સમજાવ્યું તથા જીવનમાં નિયમિત રીતે દરરોજ યોગાસન કરવાથી થતા લાભ વિશે સમજૂતી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવાએ કર્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રાધ્યાપક સ્પોટ્સૅ ઓફિસર ડો. એમ. એમ. પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી તથા કોલેજના યોગ કો-ઓર્ડીનેટર ડો. એ. કે. વાળા તથા કો-ઓર્ડીનેટર પ્રો. જે. એમ. તળાવીયાએ યોગ શિબિરનું સુંદર સંચાલન કર્યું. સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0190-1.jpg IMG-20250621-WA0189-2.jpg IMG-20250621-WA0191-0.jpg