Gujarat

દામનગર કન્યા શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

દામનગર કન્યા શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

દામનગર મેરા યુવા ભારત કેન્દ્ર અમરેલી દ્વારા કન્યા વિદ્યાલય દામનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,અંતર્ગત મેરા યુવા ભારત કેન્દ્ર અમરેલી દ્વારા ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિન ” નિમિત્તે કન્યા વિદ્યાલય દામનગર ખાતે ઉજવણી રૂપે યોગનું આયોજન કરવામાં આવેલ.
મેરા યુવા ભારત કેન્દ્ર અમરેલીમાંથી પધારેલ પ્રવીણભાઈ જેઠવા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદમાં એમણે જણાવેલ કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય બાબતે યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એટલે જ તો યોગ ભગાવે રોગ’. યોગ વિદ્યા ઋષિકાળથી ભારતમાં ચાલી આવે છે પુરા વિશ્વને ભારત દ્વારા યોગ વિદ્યા એક અમૂલ્ય ભેટ આપવામાં આવેલ છે. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પ્રવીણ જેઠવા નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, ત્યારબાદ શ્રી મહેન્દ્રકુમાર બી ઓઝા આચાર્ય શ્રી, કન્યા વિદ્યાલય દામનગર, જયદીપ કે ચૌહાણ એન. વાય. વી., ભૌતિક ચૌહાણ એન .વાય. વી. નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. બાદમાં શાળાની બહેનોને સૂર્ય નમસ્કાર તથા યોગ જયદીપ ચૌહાણ યોગગુરૂ દ્વારા કરાવવામાં આવેલ. આ પ્રસંગે યોગ દિનનું લાઈવ પ્રસારણ શાળાના વિદ્યાર્થીઓને મોટા સ્કીન ઉપર બતાવવામાં આવેલ. યોગ દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કચેરી તરફથી એનર્જી ડ્રિંકની બોટલો આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગોદાણી ભદ્રેશભાઈ, દીપ્તિબેન ત્રિવેદી, જયદીપ ચૌહાણ, ભવદીપ ચૌહાણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250624-WA0002-1.jpg IMG-20250624-WA0003-2.jpg IMG-20250624-WA0001-0.jpg