શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ખાતે ઉજવણી કરવામાં આવી. ચેરમેન અતુલભાઇ કાનાબારની લાગણી અનુસાર રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે પરંપરાગત રીતે આ ઉજવણી યોજાઈ હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઓન.જો.સેક્રેટરી અનિશ રાચ્છના જણાવ્યા અનુસાર આ પવિત્ર પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કિરીટભાઇ ઉનડકટ, સેવારામ મુલચંદાણી, કમલેશ ફોફંડી, સમીર ચંદ્રાણી, ગીરીશ ઠક્કર, અનિશ રાચ્છ, ગિરીશ વોરા, મહેશ શાહ, વિમલ ગજ્જર અને જસ્મા ઠક્કર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

યોગા ક્લાસના નિધી કારીયા સહિતના બહેનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ભવનના ડૉ. ખેવનાબેન કારાવડીયા, ડૉ. તન્વી વૈષ્ણવ અને ડૉ. તન્વી કારીયા પણ હાજર રહ્યા હતા. ટેકનીકલ સ્ટાફ, એડમીન સ્ટાફ, સફાઇ અને સિક્યોરીટી સ્ટાફના સૌ ભાઇઓ-બહેનોએ પણ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં બહેનોએ રેડ ક્રોસના પદાધિકારીઓ, કમિટીના સભ્યો તેમજ સ્ટાફ સભ્ય ભાઇઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનોએ સેન્ટરની વિવિધ આરોગ્ય સેવાઓ અવિરત ચાલુ રહે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આ રીતે રેડ ક્રોસ ગીર સોમનાથ ખાતે રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી.