Gujarat

“ચાણક્ય સ્કૂલ્સ ગ્રુપ તેમજ શ્રી બાલકૃષ્ણ વિદ્યામંદિર દ્વારા હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં યાદગાર વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.”

ચાણક્ય સ્કૂલ્સ ગ્રુપ તેમજ શ્રી બાલકૃષ્ણ વિદ્યામંદિર તેમજ જ્ઞાન જ્યોત ક્લાસીસ ના ઉપક્રમે તારીખ 10/12/25 ને બુધવારના હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં અદભૂત અને અવિસ્મરણીય વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને મહેમાનો ઉત્સાહપૂર્વક પ્રોગ્રામમાં જોડાણા હતા.

પ્રોગ્રામ બે ભાગમાં વિભાજીત હતો જેમાં પ્રથમ ભાગ માં “સૌરાષ્ટ્ર ધરોહર” ને ઉજાગર કરવામાં આવી હતી જ્યારે બીજા ભાગમાં “શ્રીમદ્ ભગવત ગીતા” દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો વાલીઓ અને મહેમાનો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા અને હેમુ ગઢવી નાટ્ય ગૃહનું રંગમચ સાથે સાથે ઓડિયન્સ પણ કૃષ્ણમય બની ગયું હતું અને કૃષ્ણના ભાવમાં આવી નાચવા લાગ્યું હતું.

મહેમાનો એ પણ પ્રોગ્રામમાં હાજરી આપી વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને કોરિયોગ્રાફર ની મહેનતને બીરદાવી હતી