ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા પાંચમો આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન 4થી 6 જુલાઈ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ખાતે એકા ક્લબ કાંકરિયામાં થવા જઈ રહ્યું છે. આ એક્સ્પોમાં ત્રણ દિવસમાં લગભગ 4000 કરતા વધારે આયુર્વેદ તબીબો જોડાવાના છે અને વિઝિટ કરવાના છે.
ઉપરાંત 15,000થી વધારે વિઝિટર્સ આ એક્સ્પોની મુલાકાત લેવાના છે. આયુષ ઇન્ડિયા એક્સ્પોમાં છત્તીસગઢ રાજ્ય સ્ટેટ પાર્ટનર તરીકે જોડાયેલ છે. તેમજ માલાવી અને લીસોથા કન્ટ્રીના હાઈ કમિશનરો એક્સપોમાં અતિથિ આવવાના છે.
આયુષ ઇન્ડિયા એક્સપોમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્યની આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી અને રિસર્ચ કંપનીઓ આ એક્સ્પોમાં જોડાઈ છે. ગુજરાતની આયુર્વેદ અને આયુષ વિભાગની કોલેજો અને યુનિવર્સિટી આ એક્સપોમાં વિશેષ રીતે એજ્યુકેશન પાર્ટનર તરીકે ભાગ લઈ રહી છે.
ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રમાં થયેલા સંશોધનો અને ચિકિત્સાનું લાઈવ ડેમોસ્ટ્રેશન આ એક્સ્પોમાં થવાનું છે. આયુષ ઇન્ડિયા એક્સપોમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ અને લાઈવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત આયુર્વેદિક વનસ્પતિ-દવાઓનો મોટો નિકાસકાર દેશઃ કેદાર કશ્યપ એક્સ્પોના અગાઉના દિવસે છત્તીસગઢના કેબિનેટ મંત્રી કેદાર કશ્યપે જણાવ્યું હતું કે,ઉત્તરાખંડ અને છત્તીસગઢ વધુ વન ક્ષેત્ર ધરાવતા રાજ્યો છે. વિશ્વમાં લોકો પ્રાથમિક ઘરેલું અને વનસ્પતિ ઉપચાર ઉપર વધુ આધાર રાખે છે. આયુર્વેદ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ કરવાનો આ એક્સપોનો હેતુ છે.
ભારત આયુર્વેદિક વનસ્પતિ અને દવાઓનો મોટો નિકાસકાર દેશ છે. છતીસગઢમાં 3000થી વધુ આયુર્વેદિક વનસ્પતિઓ ઊગે છે. જેમાંથી 200નો રેગ્યુલર ઉપયોગ થાય છે. જેમાં હરડે, આંબળા, બહેડા, અશ્વગંધા, સર્પગંધા વગેરેનો સમાવેશ થાય છે. તમામનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે.

