છોટા ઉદેપુર જિલ્લામાં રૂનવાડ પાસેથી જિલ્લા એલસીબીએ એક અર્ટિગા ગાડીમાંથી રૂ.1,58,976/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન રૂનવાડ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી આવતી GJ 16 DK 7258 નંબરની અર્ટિગા ગાડી શંકાસ્પદ લાગી. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કર્યો પરંતુ ચાલકે ગાડી ઊભી ન રાખી.
થોડે આગળ જઈને ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો. એલસીબીની ટીમે અર્ટિગા ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 576 બોટલ મળી આવી. આ દારૂની કિંમત રૂ.1,58,976/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ.6,58,976/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં દરરોજ વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેને જિલ્લા પોલીસ અવારનવાર નિષ્ફળ બનાવી રહી છે.