છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં ભાઈ પોતાની બહેનને ઘરમાં રાખવાની ના પાડતા બહેન એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી મદદ માગી હતી. પતિનું અવસાન થયા બાદ નાની દીકરીને લઈને બહેન પિયરમાં રેહતા હતા. માતા પિતા હયાત હતા. ત્યાં સુધી બહેન સારી રીતે રહ્યા જાતે ઘરની તમામ જવાબદારીઓ પૂરી કરતા માતા પિતા ના અવસાન થતાં તેમના ભાઈ પિયર માં રહવા ના પાડતા હતા. કાયમ વ્યસન ની હાલત ઝઘડો કરતા હતા. જેથી બહેન એ કંટાળીને ૧૮૧ મહિલા હેલ્પ લાઇન મદદ લીધી હતી.
૧૮૧ ટીમ ઘટના સ્થળે પોહચી અસરકારક કાઉન્સિલિંગ કરી ભાઈ બહેન નું સમાધાન કરાવ્યુ હતું. ભાઈને કાયદાકિય સમજ આપતા ભાઈ બહેનના સબંધ વિશે સમજ આપી હતી. ઘરની તમામ જવાબદારી બહેન ઉઠવતા જેથી ભાઈ ને જાતે કામ ધંધો કરી બહેન ને મદદ માટે જણાવી કાયદાકીય માહીતી માર્ગદર્શન આપતાં ભાઈએ હવે પછી બહેન ને હેરાનગતી ના કરીશ કહેતા પોતાની ભૂલ સ્વીકારી માફી માગી ફરી ભૂલ ના થઈ તે માટે બાંહેધરી આપી સુખદ સમાધાન કરતાં બહેનએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

