Gujarat

રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચન આપતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર

કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની  બેઠક યોજાઈ
રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચન આપતા જિલ્લા કલેકટરશ્રી
જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠકમાં અન્ન સલામતિ કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ  અને ઈ-કેવાયસી અંગે ચર્ચા કરવા આવી હતી. સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓ નાગરિકોને પુરવઠો ઉપલબ્દ થાય એ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થાની  વિગતો આપતા  જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિએ જણાવ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફેબ્રુઆરી માસની ૯૪ ટકા પુરવઠાનું વિતરણ કરી દેવામાં આવ્યુ હતું . આ ઉપરાંત તેઓએ જિલ્લામાં માર્ચ મહિનામાં ડોર સ્ટેપ ડીલીવરી મારફતે વાજબી ભાવની દુકાનોને પોહચાડેલ જથ્થો અને રેશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરીની માહિતી આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને અધિકારીઓને વિતરણ વ્યવસ્થા અને દુકાનદરોને પુરતું અનાજ સમયસર મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત માઈગ્રેસન થયેલા લોકો અનાજ ન લઈ જતા હોય તેમની સર્વેની કામગીરી કરવા સૂચનો કર્યા હતા.  રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં સાંસદશ્રી જશુભાઇ રાઠવા, સર્વે ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અનિલ હળપતિ અને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર