ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ.
જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતો આરોપી વરશનભાઇ નરજીભાઇ ભિલાલા રહે-પીપલકાચ પટેલ ફળીયા ફુલમાલ તા-કઠીવડા જી-અલીરાજપુર(એમ.પી) નાઓ પાનવડ બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જે હકીકત મળેલ જે આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા ઉપર મુજબ જાણાવેલ જેથી ઇસમને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

