Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ.૮૨,૦૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. છે

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા  જીલ્લાના  અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.આર. પ્રજાપતિ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા અને નાઈટ પેટ્રોલીંગ ફરતા ફરતા છોટાઉદેપુર નાયરા પેટ્રોલપંપ આગળ પહોચતા એક મોટર સાયકલ ડીસ્ટલી ફળીયા તરફથી આવતી હોય જેની પર બેસેલ માણસો શંકાસ્પદ લાગતા તેમને છોટાઉદેપુર દેવર્ષી હોસ્પીટલ જતા પહેલા મો.સા. ઉભી રખાવી સદરી મો.સા. ચાલક તથા તેની પાછળ બેસેલ ઇસમને પકડી પાડી તેમની પાસે રહેલ પ્લાસ્ટીક તથા વીમલના થેલામાં ઝડતી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-૩૧૨ કુલ કિં.રૂ.૪૭,૦૪૦/- નો વગર પાસ પરમીટનો પ્રોહી મુદામાલ મળી આવેલ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ જેનો રજી નંબર.GJ-06-HF-8453 જેની કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૮૨,૦૪૦/- ના મુદામાલ સાથે આરોપી ભુખલાભાઇ છલુભાઇ રાઠવાને ઝડપી પાડી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર