Gujarat

મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એમ.એચ.જાદવ પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.નાઓની સુચનાથી એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત અધારે મિન્ટુકુમાર રમેન્દ્રનાથ રાય ઉ.વ.૩૯ ધંધો-મેડીકલ પ્રેકેટીસ હાલ રહે,રામપુરા નિશાળ ફળીયા તા.જી. છોટાઉદેપુર મુળ રહે, આળબલ્દા પોસ્ટ-કંદખોલા તા-શાંતીપુર જી.નડીયા પશ્વિમ બંગાળ પીન-નંબર-૭૪૧૪૦૪ વાળો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના રામપુરા ગામે કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓમળી કુલ રૂ.૧૪૪૭૩.૧૬/- મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા સદરના વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી રંગપુર પો.સ્ટે.ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર